Tuesday 29 March 2011

ગુજરાતી શાયરી



સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે

ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે

મને બહુ થાય છે ઇચ્છા કે હું પાદર જઇ બેસું,
અને બહુ દૂરથી લલકારતો ચારણ મળી આવે.

ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે

ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસ્માર પેટીમાં




ના તને ખબર પડી ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી
કારણમાં કઇ નહીં બે આંખ લડી
હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી

ધંધો ના કોય ગમતો ના નોકરી ગમે છે, જ્યાર થી અમને ઍક છોકરી ગમે છે,
ઍનો જ ચહેરો ગુમ્યા કરે છે મગજ મા, ના ઘર ગમે છે ના ઓસરી ગમે છે……




અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…



No comments:

Post a Comment